શ્રેષ્ઠ વાચક સ્પર્ધા વિગત વાર માહિતિ


શ્રેષ્ઠ વાચક સ્પર્ધા (શાળાના વિદ્યાર્થીઓ માટે)



વાચક સ્પર્ધા ત્રણ સ્તરે યોજાશે
તાલુકા સ્તરે 
જીલ્લા સ્તરે
રાજ્ય સ્તરે
મોટા શહેરોની વસ્તી પ્રમાણે એમને અલગ જીલ્લા / તાલુકા એકમ ગણવામાં આવશે.
વાચક સ્પર્ધાના વિભાગ
વાચક સ્પર્ધાના આઠ વિભાગ હશે.
ધોરણ: ૫થી ૧૨
આમ દરેક ધોરણ દીઠ, સ્પર્ધાનો અલગ વિભાગ રહેશે. દરેક વિભાગ માટે, દરેક સ્તરે સ્પર્ધા થશે. ઇનામો પણ અપાશે.
વાચક સ્પર્ધાનું સ્વરૂપ અને માહિતી
વાચન સંસ્કાર આરોપણ અને વાચન અભિરૂચિ કેળવવા માટે મોટા પાયા પર પુસ્તકોનું વાંચન.
સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓછામાં ઓછા કોઇપણ ત્રણ પુસ્તકો વાંચવા આવશ્યક.
દરેક સ્પર્ધક શક્ય એટલા વધારે પુસ્તકો વાંચે એ ઇચ્છનીય છે.
દરેક શાળામાંથી વધારે ને વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે એ ઇચ્છનીય છે.
સમગ્ર પ્રોજેકટ માટે દરેક શાળાએ ૧૫૦ વિદ્યાર્થીના માર્ગદર્શક શિક્ષકની નિમણૂંક કરવાની રહેશે.
સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને ગ્રામ / તાલુકા / શહેરની લાઇબ્રરિઓ બાળ વિભાગ નું સભ્યપદ મફત આપે એવી આશા રાખવામાં આવે છે.
વાંચન માટેનો સમયગાળો : ૧ લી જુલાઇ ૨૦૧૦ થી ૩૦મી નવેમ્બર ૨૦૧૦.
મૂલ્યાંકન પધ્ધિત
પુસ્તકોની સંખ્યા, ગુણવત્તા અને ગ્રહણશિકતના આધારે મૂલ્યાંકન.
શ્રેષ્ઠ વાચકની પસંદગી માટે નીચે પ્રમાણેના ભારાંક આપવામાં આવશે.
પુસ્તકોની સંખ્યા
૩૦%
પુસ્તક પસંદગીની ગુણવત્તા
૩૦%
વાંચેલા પુસ્તકોની ગ્રહણશિકતની ગુણવત્તા
૩૦%
નિર્ણાયકોની સમગ્ર છાપ
૧૦%

કુલ
૧૦૦%

શ્રેષ્ઠ વાચક સ્પર્ધા
સ્પર્ધા ત્રણરાઉન્ડ માં થશે
પ્રથમ રાઉન્ડ:
શ્રેષ્ઠ વાચકની પસંદગી અને મૂલ્યાંકન માટે નવેમ્બર માસમાં ( દિવાળી વેકેશન બાદ) તાલુકા સ્તરે પ્રથમ રાઉન્ડની સ્પર્ધા નું આયોજન.
પ્રથમ કવોલીફાઇંગ રાઉન્ડમાં વિદ્યાર્થીએ પુસ્તક વાંચ્યું છે કે નહીં તેની ચકાસણી કરવા તેમજ એની ગ્રહણશકિતનું મૂલ્યાંકન કરવા નિર્ણાયકો દ્વારા મૂલ્યાંકન.
દરેક વિભાગ દીઠ, પ્રથમ રાઉન્ડમાં આશરે ૧૦% વિધાર્થીઓને બીજા રાઉન્ડ માટે પસંદ કરવામાં આવશે.
દરેક તાલુકામાં દરેક વિભાગ દીઠ આશરે ૧૦૦૦ થી ૧૫૦૦ બાળકો ભાગ લે એ અપેક્ષિત છે.
આમ સમગ્ર સ્પર્ધામા તાલુકા દીઠ ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ વિધાર્થીઓ ભાગ લેશે.
પ્રથમ રાઉન્ડની સ્પર્ધા શકય એટલી શાળાઓની ભેગી થશે.
જે તાલુકામાં ગામો દૂર દૂર આવેલા હોય ત્યાં પ્રથમ રાઉન્ડની સ્પર્ધા શાળા માં જ થશે.
પ્રથમ રાઉન્ડની સ્પર્ધા માટે દર ૨૫ વિધાર્થીઓનો એક બેચ રહેશે, અને દર ૨૫ વિધાર્થી દીઠ એક નિર્ણાયક રહેશે
ભાગ લેનાર સ્પર્ધકો, શાળામાંથી સ્પર્ધા સ્થળે ગ્રંથયાત્રા સ્વરૂપે જશે.
બીજો રાઉન્ડ :
પ્રથમ રાઉન્ડમાં દરેક વિભાગદીઠ અંદાજીત ૧૦ % વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવશે.
બીજા રાઉન્ડ ની સ્પર્ધા કોઇ એક જ સ્થળે રાખવામાં આવશે
બીજા રાઉન્ડની સ્પર્ધા ડીસેમ્બર ૨૦૧૦ દરમ્યાન થશે.
બીજા રાઉન્ડની સ્પર્ધા માટે પણ એક વર્ગ દીઠ ૨૫ વિદ્યાર્થીઓ રહેશે અને દરેક વર્ગ દીઠ બે નિર્ણાયકો રહેશે.
આમ દરેક વિભાગદીઠ ફાઇનલ રાઉન્ડ માટે "૧૫" થી વધારે નહી એટલા વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવશે.
ફાઇનલ રાઉન્ડ :
અંતિમ રાઉન્ડમાં દરેક ધોરણ દીઠ (વિભાગ) આશરે પંદર વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે.
અંતિમ રાઉન્ડમાં ત્રણ નિર્ણાયકો રહેશે.
અંતિમ રાઉન્ડના સ્પધકોનું નિર્ણાયકોને યોગ્ય લાગે તે રીતે મૂલ્યાંકન કરશે.
અંતિમ રાઉન્ડ બે / ત્રણ દિવસ માટે યોજાશે.
આ સાથે સ્પર્ધા ઉપરાંત વિચારમેળો, મહાનુભવો જોડે વિચારગોષ્ઠિ, પુસ્તક પ્રદર્શન તેમજ અન્ય આકર્ષક કાર્યક્રમો પણ યોજાશે.
અંતિમ રાઉન્ડ જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૧૧ દરમ્યાન યોજાશે.
તાલુકા અને જિલ્લા કક્ષાએ દરેક વિભાગમાં પ્રથમ ત્રણ ક્રમાંક આવનાર વિદ્યાર્થીઓને ઇનામો અપાશે (પુસ્તકો સ્વરૂપે).

રાજ્યકક્ષાએ નિર્ધારિત લઘુત્તમ ગુણાંક પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. રાજ્યકક્ષાએ ક્રમાનુસાર પ્રથમ, દ્વિતીય એવા ઇનામો અપાશે નહી.

શ્રેષ્ઠ વાચક સ્પર્ધા મા તમારી શાળા રજીસ્ટર કરાવવા માટે અહિ ક્લિક કરો.
http://vanchegujarat.in/guj/BRC/login.aspx


શ્રેષ્ઠ વાચક સ્પર્ધા મા સ્ટુડન્ટ ની માહિતી ઉમેરવા માટે અહિ ક્લિક કરો.



શાળા ની માહિતી કેવી રીતે ઉમેરવી તે સમજવા માટે અહિ ક્લિક કરો.


વિદ્યાર્થી ની માહિતી કેવી રીતે ઉમેરવી તે સમજવા માટે અહિ ક્લિક કરો.




રીપોર્ટ જોવા માટે અહિ ક્લિક કરો.



શ્રેષ્ઠ વાચક સ્પર્ધા : આયોજન અને વ્યવસ્થા ( શાળા )
http://vanchegujarat.in/guj/documents/Comprehensive_circular_BRC.pdf

શ્રેષ્ઠ વાચક સ્પર્ધા : આયોજન અને વ્યવસ્થા ( વિશ્વવિધ્યાલય )
http://vanchegujarat.in/guj/documents/Comprehensive_circular_BRC__Uni.pdf