Monday, October 18, 2010

વાચન વ્રત

વાચન વ્રત
હું મારા ઇષ્ટ દેવની સાક્ષીએ, મારા અંતરની ઈચ્છાથી નીચેના વ્રતોનો જાહેર સંકલ્પ કરું છું.
હું નિયમિતપણે વાંચીશ અને વાંચનની ટેવને વિક્સાવીશ
હું પુસ્તકાલયનો સભ્ય બનીશ
હું ઘરના અન્ય સભ્યોને પણ પુસ્તક વાંચવા પ્રેરીશ અને એમને પુસ્તકાલયના સભ્ય બનાવવા પ્રેરીશ.
હું વર્ષમાં ઓછામાં ઓછું એક પુસ્તક ખરીદીશ અને વાંચીશ
હું સ્નેહી, મિત્ર વૃંદમાં પુસ્તક તરતું મુકીશ અને તેમને વાંચન પ્રત્યે જાગૃત કરવા પ્રયત્ન કરીશ.
હું જેણે પાંચ પુસ્તક વાંચ્યા હોય તેની સાથે દોસ્તી કરીશ
હું પુસ્તકો વાંચીશ અને સારા વિચારો પર મનન કરી તેને આચરણ માં મુકીશ
હું મુસાફરી દરમિયાન પુસ્તકો મારી સાથે રાખીશ અને વાંચીશ
હું મારા જીવન ના ધ્યેયો નક્કી કરીશ અને એ દિશા પર ચાલવા પુરુષાર્થ કરીશ અને જરૂરી ક્ષમતઓનો વિકાસ કરીશ
હું વિચાર વાચન દ્વારા મારા જીવનને સુખી સંસ્કારી અને સફળ બનાવીશ
સાક્ષી : ઇષ્ટદેવ
વિદ્યાર્થીનું નામ:
વિધાર્થીની સહી
માતાનું નામ:
માતાની સહી:
પિતાનું નામ:
પિતાની સહી:
શાળાનું નામ:
ધોરણ:
તારીખ:
સ્થળ:

No comments:

Post a Comment