Wednesday, July 14, 2010

Vanche Gujarat Abhiyan

એકવીસમી સદીએ જ્ઞાનની સદી છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનું એવું સ્વપ્ન છે કે સ્વિર્ણમ ગુજરાતે આપણે સૌ એવો સંકલ્પ કરીએ કે આપણાં સૌમાં જ્ઞાનની એક અમાપ, અભૂતપૂર્વ ભૂખ ઉઘડે. જ્ઞાન શક્તિના યુગમાં વાંચન એ માનવજીવનના વિકાસ માટે ઘણો મોટો આધાર છે. સારાં પુસ્તકો સાચે માર્ગે દોરી પ્રકાશ બતાવે છે. જ્ઞાન મેળવવું એ આત્માની ભૂખ છે અને તે વાંચનથી સંતોષાય છે. પુસ્તકોમાં આત્મા હોય છે જે કદી નાશ પામતો નથી. ગ્રંથ વગરનું ઘર આત્મા વગરના શરીર જેવું છે. વાચન માનવીને કેળવે છે, ઘડે છે. વાંચન માનવીની ક્ષિતિજોને વિસ્તારે છે. વાંચન સંસ્કાર એ આપણાં ૧૬ સંસ્કાર જેવો જ અગત્યનો સંસ્કાર છે. આજે આપણી અનેક મર્યાદાઓનું મૂળ વિચારશૂન્યતામાં છે અને વિચારશૂન્યતા વાચનના અભાવને કારણે પેદા થાય છે.

આવનારા વર્ષોમાં આપણું ભારત વિશ્વનું શ્રેષ્ઠ રાષ્ટ્ર બને અને ગુજરાત એમાં નેતૃત્વ અને પ્રેરણા પૂરી પાડે એ માટે આપણને સાચા માર્ગે વરેલી વિચારક્રાંતિની જરૂર છે. આપણને નવસંસ્કાર યુક્ત અને અનુઆધુનિક સસ્કૃતિની જરૂર છે. આમ તો સંસ્કૃતિના નિચોડ અને ઇતિહાસના પૃથ્થકરણમાંથી ઘણાં યુગપરિવર્તનકારી ગ્રંથો લખાયા છે, તો નવા યુગની વધામણી આપતા દેશ કાળની સીમાને ઓળંગી જતાં પુસ્તકો પણ ચિંતકોએ વિશ્વને ચરણે ધર્યા છે. પરંતુ વિચારશૂન્યતાને કારણે સમાજમાં વિચાર દારિદ્રય પ્રવર્તી રહ્યું છે. આપણે સમગ્રતામાં અને સર્વાંગી વિકાસ કરી શકીએ એ માટે આપણને જોઇએ છે આમૂલ સામાજિક, રાષ્ટ્રીય અને વૈચારિક પરિવર્તન. વાંચે ગુજરાત એ માટેનો એક અભિનવ નવતર પ્રયોગ છે જે છેલ્લા કેટલાંક વર્ષોથી નવસારીમાં સયાજી લાયબ્રેરી દ્વારા સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.

હેતુ


મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી એવું ઇચ્છે છે કે દરેક ગુજરાતવાસી ખૂબ વાંચતો થાય, વિચારતો થાય અને વિકસતો થાય અને એ જ વાંચે ગુજરાતનો મૂળભૂત હેતુ છે
વાંચે ગુજરાત એ મા સરસ્વતીનો મહાઉત્સવ છે
વાંચે ગુજરાત એ ગ્રંથદેવતાનું તર્પણ છે
વાંચે ગુજરાત એ આવનારી પેઢીના જીવનઘડતર અને સંસ્કારઘડતરનો અશ્વમેઘ યજ્ઞ છે.
વાંચે ગુજરાત એ માણસ વાવવાનો પ્રયોગ છે
બાળકોમાં વાંચન સંસ્કારના બીજ રોપાય તેમજ બાળકોને વાંચન માટે પ્રેરણા થાય, પુસ્તકો વાંચવાની અભિરૂચિ કેળવાય અને વાંચનની ટેવ પડે
વાચન હેતુલક્ષી અને ધ્યેયલક્ષી બને.
બાળક પોતાના જીવનનું ધ્યેય નક્કી કરે
વિચારપ્રેરક પુસ્તકોના વાચન, અધ્યયન અને અનુશીલન દ્વારા, સામાજીક અને રાષ્ટ્રીય પરિવર્તન માટે વિચારક્રાંતિના શ્રીગણેશ કરીએ
ગુજરાતભરની શાળા / કાલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તો ખૂબ ખૂબ વાંચશે જ પરંતુ તમામ નાગિરકો પણ ખૂબ ખૂબ વાંચશે
ગ્રંથાલયો અને સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ પણ મહત્વનું યુગ પરિવર્તનકારી યોગદાન આપશે
ગુજરાતના ગામડે-ગામડે અને શહેરોમાં શેરી-શેરીએ નવા ગ્રંથાલયોની અને ગ્રંથમંદિરોની સ્થાપના થાય અને હાલના ગ્રંથાલયોનું સશક્તિકરણ થાય
ચાલો આપણે સૌ, ગુજરાતીઓ વિશ્વની સૌથી વધુ વાંચનારી પ્રજા તરીકે ઓળખાઇએ.


No comments:

Post a Comment