Thursday, August 19, 2010

ગ્રંથ મંદિર અને ઝોલા પુસ્તકાલય લોકાર્પણ કાર્યક્રમ 21/08/2010

વાંચે ગુજરાત અભિયાન કચ્છ જીલ્લા સમિતિ

Email: vanchegujaratkutch@gmail.com Web: www.vanchekutch.blogspot.com

વાંચે ક્ચ્છ વિચારે ક્ચ્છ વિક્સે ક્ચ્છ

18/08/2010

પ્રતિ

માનનીય શ્રી.

___________

નમસ્કાર અને વંદન.

વિષય : ગ્રંથ મંદિર અને ઝોલા પુસ્તકાલય લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અંગે.

વિશ્વના ઈતિહાસમાં કદી પણ ન થયું હોય એવું લોકોને વાંચનની પ્રેરણા આપતું "વાંચે ગુજરાત અભિયાન" ધીરે ધીરે એક જાણ અંદોલન બની રહ્યું છે. જેમાં આપ જેવા સમર્થ કાર્યદક્ષ અને સમર્પિત કાર્યકર્તાઓને કારણે કચ્છ જીલ્લામાં પણ અભિયાનને અદભૂત જોમ અને બળ મળી રહ્યાછે.

આ અભિયાનને હજુ વધુ આગળ ધપાવવા તારીખ ૨૧-૦૮-૨૦૧૦ના રોજ સાંજે 4-૦૦ કલાકે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સૌજન્યથી ઝોલા પુસ્તકાલય તથા ગ્રંથ મંદિરના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં આ અભિયાનના રાજ્ય ઉપાધ્યક્ષ અને શિક્ષણ મંત્રી માનનીય શ્રી રમણભાઈ વોરા ઉપસ્થિત રહી લોકાર્પણ કરશે અને માર્ગદર્શન આપશે.

આ કાર્યક્રમમાં પધારવા આપશ્રીને ભાવભીનું નિમંત્રણ છે.

આપના વિશ્વાસુ

રસનિધિ અંતાણી મહેશ રાવલ નરેન્દ્ર ગોર ગોરધન પટેલ

પ્રમુખ જીળ્લા શિક્ષણાધિકારી અને મંત્રી મંત્રી મંત્રી

વાંચે ગુજરાત અભિયાન” કચ્છ જીલ્લા સમિતિ

નકલ રવાના સવિનય જાણ સારુ નિમંત્રિત સભ્યશ્રીઓ તરફ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિનંતી તથા ઉપસ્થિત રહેવાની અનુકૂળતા ન હોય તો આપની શુભેચ્છા પાઠવી અમોને પ્રોત્સાહિત કરવા વિનંતિ છે.

No comments:

Post a Comment