Monday, August 9, 2010

2nd Meeting of Jilla Samiti Reportવાંચે ગુજરાત એ ફ્ક્ત નારો નથી પરંતુ માણસને માણસ બનાવવનો યજ્ઞ છે
વાંચે ગુજરાત અભિયાન એ ફ્ક્ત સરકારી કાર્યક્રમ ન બની રહેતાં લોકોનો કાર્યક્રમ બની રહ્યો છે
વાંચે ગુજરાત અભિયા કચ્છ જીલ્લા સમિતિ ની બેઠક મળી
ભુજ
વાંચે ગુજરાત અભિયાન કચ્છ જીલ્લા સમિતિની બીજી બેઠક તા. ૫મી ઓગષ્ટના રોજ બપોરે ૩:૦૦ કલાકે જીલ્લા પંચાયત હોલમાં જીલ્લા પંચાયત પ્રમુખશ્રી જીવાભાઇ આહિરના અધ્યક્ષ સ્થાને મળેલ હતી જેમાં સમિતિના પ્રમુખ રસનિધિભાઇ અંતાણી, જીલ્લા શિક્ષણાધિકારીઓ શ્રી મહેશભાઇ રાવલ, અનિરુધ્ધ છાયા, જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કૌશલ્યાબેન માધાપરિયા, ઉપપ્રમુખશ્રી ભૂપેન્દ્રભાઇ મહેતા, મંત્રીઓ ગોરધનભાઇ પટેલ કવિ, નરેન્દ્રભાઇ ગોર સાગર, રાજ્ય સમિતિના સભ્ય કેશુભાઇ મોરસાણિયા, રમેશભાઇ દવે, હરેશભાઇ ધોળકિયા વગેરેએ માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકની શરૂઆતમાં વાંચે ગુજરાત અભિયાનની બેઠકમાં ઉપસ્થિત સૌને આવકાર આપતાં નરેન્દ્રભાઇ ગોર સાગરે સમિતિના કાર્યોની રૂપરેખા આપી હતી તથા તા.૧લી એપ્રિલથી શરૂ થયેલ વાંચન યાત્રા ગુજરાત સાથે કચ્છમાં પણ ખૂબ સારી રીતે આગળ વધી રહી છે તેમ જ્ણાવેલ હતુ. સમિતિના મંત્રી અને જીલ્લા શિક્ષણાધિકારી મહેશ રાવલે વાંચે ગુજરાત એ ફ્ક્ત નારો નથી પરંતુ માણસને માણસ બનાવવનો યજ્ઞ છે. તેમ જણાવી આ યજ્ઞમાં સૌ પોતાનાથી થઇ શકે તેટલું યોગદાન આપે એવી અપિલ કરી હતી.
જીલ્લા પંચાયત પ્રમુખશ્રી જીવાભાઇ આહિરે સમિતિ દ્વારા થતા પ્રયત્નોને વધાવી વાંચે ગુજરાત અભિયાન એ ફ્ક્ત સરકારી કાર્યક્રમ ન બની રહેતાં લોકોનો કાર્યક્રમ બની રહ્યો છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારના પ્રયત્નોથી કેળવણી ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઇ રહી છે અને વિદ્યાર્થીઓની વાંચન ભૂખ ઉઘડવા લાગી છે ત્યારે જ આવું સુંદર વાંચન અભિયાન શરૂ થયું છે તે સમયોચિત છે. આ અભિયાનમાં ગામે ગામ ગ્રંથમંદિર, ઝોલાં પુસ્તકાલય શરૂ કરવા ગ્રામ પંચાયતો પણ આગળ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને ભવિષ્યમાં વાંચે ગુજરાતના કાર્યક્રમો માટે જીલ્લા પંચાયત હોલ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે એવી જાહેરાત કરી હતી.
જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીઅનિરુધ્ધ છાયાએ જીલ્લાની તમામ શાળા ઓ વાંચે ગુજરાત અભિયાનમાં સામેલ થઇ રહી છે તેમ જણાવી બી.આર.સી. / સી.આર.સી.ઓને આ કામમાં લાગી જવા અનુરોધ કર્યો હતો. તથા ૧૮મી ઓગષ્ટનાં રોજ સહયોગ હોલમાં આ બાબતે શિબિર્સ્નું આયોજન કરવામાં આવેલ છે તેવું જણાવ્યું હતું.
જાણિતા ચિંતક હરેશભાઇ ધોળકિયાએ હરિફાઇના સાંપ્રત સમયમાં વાંચનનું મૂલ્ય સમજાવી આવનારી પેઢી માટે તે કેટલું જરૂરી છે તે જણાવ્યું હતું. વાંચે ગુજરાત અભિયાન જ્યાંથી શરૂ થયું તેવા નવસારીના પોતાનાં અનુભવો વર્ણવ્યા હતા.
સમિતિનાં પ્રમુખ શ્રી રસનિધિભાઇ અંતાણીએ વાંચે ગુજરાત અભિયાન નાં ભાવિ કાર્યક્રમો જેવાં કે ગ્રંથમંદિર, ઝોલા પુસ્તકાલય, મને ગમતું પુસ્તક, વગેરે વિશે સમજણ આપી હતી. આ અભિયાનમાં લોકોનો તથા સંસ્થાઓનો સ્વયંભુ સહકાર મળી રહ્યો છે તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. અને આગામી સમયમાં કચ્છમાં વિવિધ સ્થળોએ ગ્રંથ મંદિર, ઝોલાં પુસ્તકાલય, અને મને ગમતું પુસ્તક વાર્તાલાપ શરૂ થશે એવી જાહેરાત કરી હતી.બેઠક દરમ્યાન રાજ્ય સમિતિના સભ્ય શ્રી કેશુભાઇએ તથા જાણીતા કવિ વંચિત કુકમા વાલા એ પોતાનાં અનુભવ જણાવતાં દરેક કર્મચારી / અધિકારી પોતાની ટેબલ ઉપર ફાઇલોની સાથે એકાદ બે પુસ્તક રાખે તેવું સૂચન કર્યુ હતું.
નિરંતન શિક્ષણાધિકારી અને ઓલ્ફ્રેડ હાઇસ્કૂલનાં આચાર્યશ્રી સજ્જનસિંહ જાડેજાએ નિરંતન વાંચન અન્વયે દરેક ગામોમાં અપાયેલ વાંચવા લાયક પુસ્તકોનો ઉપયોગ કરી ગ્રંથમંદિર શરૂ કરી શકાય તેવું સૂચન કર્યુ હતું. જેમાં શ્રેષ્ઠ શિક્ષક, નિવૃત શિક્ષકનો સહયોગ લેવા જણાવ્યું હતું. ’ મને ગમતું પુસ્તક ’ વાર્તાલાપની કામગીરી રચનાબેન અંતાણી અને વિજય વ્યાસ ભુજ માટે, શ્રી ભુપેન્દ્રભાઇ મહેતા મુન્દ્રા માટે જ્યારે ધર્મેશભાઇ જોષી તથા ગોરધનભાઇ પટેલ કવિ માંડવી માટે અને શોભનાબેન વ્યાસ અંજાર માટે કામગીરી સંભાળવા તત્પરતા બતાવી હતી
શ્રી કિશોરભાઈ ચૌહાણ, ચંદ્રીકાબા જાડેજા, હઠુભા જાડેજા એ ગ્રંથ મંદિર સ્થાપવા દાન સહયોગ ની જાહેરાત કરી હતી. મીટીંગના અંતે આભારવિધિ ગોરધનભાઇ પટેલ કવિએ કરી હતી જેમાં શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યુટ તરફથી આ અભિયાનને સફળ બનાવવા તમામ સહકારની ખાત્રી આપી હતી.

No comments:

Post a Comment